15 Gujarati Patra Lekhan Class 6 to 12 (પત્ર લેખન PDF)

Are you searching Gujarati Patra Lekhan for Class 6, 7, 8, 9, 10,11 and 12 with format and writing tips? Then you are at the right place. Either you are a Gujarati medium or Hindi or English medium student, Gujarati Letter Writing is essentials. It can provide you up to 5 marks in exams.

Here are 15+ Gujarati Patra Lekhan that can help you in practicing Letter Writing with different situations. Also you can download Gujarati Patra Lekhan PDF.

Before you jump to Gujarati Patra Lekhan make sure you well understand the Format. It will help you as a tool that you can apply in every kind of letter writings.

Table Of Contents
  1. Gujarati Patra Lekhan પત્ર લેખન Format Class 6 to 12
  2. પત્રલેખન 1:તમારી બહેનનાં લગ્ન છે. તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા શિક્ષકને તેની જાણ કરતી “રજાચિઠ્ઠી લખો.
  3. પત્રલેખન 2:જાહેરમાં વર્તાવ’ આ વિષય પર તમે આપેલું વક્તવ્યની ‘ તમારા મિત્રને પત્ર લખી માહિતી આપો.
  4. પત્રલેખન 3:તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ શરીરે નબળો છે. તેને તેનું સ્વાથ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો.
  5. પત્રલેખન 4:તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.
  6. પત્રલેખન 5:દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે – જણાવતો પત્ર તમારા મિત્રને લખો.
  7. પત્રલેખન 6:તમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ ગયો. તેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
  8. પત્રલેખન 7:સાસરે ગયેલાં તમારાં બહેનને તેમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો પત્ર લખો.
  9. પત્રલેખન 8:તમારી શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય-સમારંભ યોજાયો. તમારા મિત્રને તેની જાણ કરતો પત્ર લખો.
  10. પત્રલેખન 9:તમારી શાળાને વર્ગપુસ્તકાલય માટે કેટલાંક પુસ્તકોની જરૂર છે. તે માટે જાણીતા પુસ્તકવિક્રેતાને પત્ર લખો.
  11. પત્રલેખન 10:મારી શાળા પાસે ફેરિયાઓ ઉઘાડી અને વાસી ખાદ્યચીજો વેચે છે. તે બંધ કરાવવા જરૂરી પગલાં લેવાની વિનંતી કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.
  12. પત્રલેખન 11:તમારા ગામમાં ટપાલ અનિયમિત આવે છે તેની રજૂઆત કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.
  13. પત્રલેખન 12:તમારી સોસાયટીમાં નિયમિત સફાઈ થતી નથી તે અંગેની ફરિયાદ યોગ્ય અધિકારીને કરો.
  14. પત્રલેખન 13:તમારો મિત્ર ધોરણ 10માં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયો છે, તેને શુભેચ્છા આપતો પત્ર લખો.
  15. પત્રલેખન 14:તમારા મિત્રને પાણીનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો.
  16. પત્રલેખન 15:તમારો મિત્ર દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ છે, તેને આશ્વાસન આપતો પત્ર લખો.
  17. પત્રલેખન 16:તમારી નાની બહેન ગીત સ્પર્ધામાં પ્રથમ આવી છે, તેને અભિનંદન આપતો પત્ર લખો.
  18. પત્રલેખન 16:તમે માંદગીને લીધે એક અઠવાડિયા સુધી શાળાએ જઈ શકો તેમ નથી. તમારા વર્ગશિક્ષકને રજા મંજૂર કરવા માટે રજાચિઠ્ઠી લખો.
  19. Gujarati Patra Lekhan PDF Download
  20. FAQs

Gujarati Patra Lekhan પત્ર લેખન Format Class 6 to 12

Writing a letter in Gujarati follows a general format that includes the sender’s address, date, recipient’s address, salutation, body of the letter, closing, and sender’s signature. Here’s a basic format for writing a letter in Gujarati:

પત્ર દવારાનું સરળ માર્ગદર્શન (Letter Writing Guidelines):

સંબોધન પત્રો બે પ્રકારના હોય છે – અંગત પત્ર અને બિનઅંગત પત્ર. અંગત પત્રમાં વડીલોને પૂજ્યકે “આદરણીય” એવું સંબોધન લખાય છે. બિનઅંગત પત્રમાં માનસૂચક સંબોધન લખાય છે, જેમ કે “માનનીયશ્રી” અથવા “શ્રીમાન”.

પત્રની વસ્તુ સ્પષ્ટતાથી લખવી જોઈએ, વિગતોમાં યોગ્ય ક્રમમાં અને ફકરાઓ સાથે. ભાષા શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ.

  • પત્રનો પરિચય (Introduction of the letter)
  • પત્રનો મુખ્ય વિષય (Main content of the letter)
  • પત્રનો અવસાન (Conclusion of the letter)

પત્રની શીર્ષક (Letter Heading):

  • તમારું પતાનું મુખ્ય શીર્ષક

પરસ્પર પત્રાંતર (Addressing):

  • પત્ર મોકલવાનું વ્યક્તિનું નામ અને સરનામું
  • પત્ર મોકલવાનું વ્યક્તિનું સંપૂર્ણ સરનામું
  • પત્ર મોકલવાનું વ્યક્તિનું ગવર્નમેન્ટ વિભાગ, કંપની કે સંસ્થાનું નામ

તમારું સરનામું (Your Address):

  • તમારું સંપૂર્ણ સરનામું
  • તમારો ગવર્નમેન્ટ વિભાગ, કંપની કે સંસ્થાનું નામ (જો જરૂરી હોય)

તારીખ (Date):

  • પત્ર મોકલવાનો દિવસ, મહિનો અને વર્ષ

પત્રનું શ્રેષ્ઠ શાખ (Salutation):

  • પત્રનો શરૂઆતિક શબ્દ (જેવું કે: આદરપૂર્વક, પ્રિય, મહોદય, મહોદયની, મહોદયનો, etc.)

મુખ્ય ભાગ (Body of the Letter):

  • પત્રનો મુખ્ય વિષય
  • પરસ્પરના પત્રાંતર

પત્રનું અવસાન (Closing):

  • પત્રનો અવસાનિક શબ્દ (જેવું કે: આભાર, આદર, મિત્રભાવ, etc.)

તમારી સહી (Signature):

  • તમારી હસ્તક્ષર

પત્ર લેખન format Example:

તમારું સરનામું
તમારો ગવર્નમેન્ટ વિભાગ, કંપની કે સંસ્થાનું નામ
તારીખ

પત્રનું શીર્ષક

પરસ્પર પત્રાંતર

પત્રનું અવસાન

તમારી હસ્તક્ષર

GSEB Previous Year Question Papers Class 10 Solution PDF

પત્રલેખન 1:
તમારી બહેનનાં લગ્ન છે. તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા શિક્ષકને તેની જાણ કરતી “રજાચિઠ્ઠી લખો.

સ્મિત ટી. શાહ
6, મૈત્રીપાર્ક સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ – 380 013.
તા. 6 – 9 – 2024

પૂજ્ય ગુરુજી,

સાદર પ્રણામ. મારી મોટી બહેનનાં લગ્ન તા. 8 – 9 – 2024ના રોજ છે. અમે બધાં અત્યારે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છીએ. મારા મામા લગ્નમાં હાજરી આપવા અમેરિકાથી ગઈ કાલે જ અહીં આવ્યા છે. અન્ય સગાંવહાલાં પણ આવ્યાં છે. આથી હું તા. 6 – 9 – 18થી તા. 10 – 9 – 2024સુધી શાળાએ આવી શકું તેમ નથી, તો મારી પાંચ દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો.

શાળામાં આવ્યા પછી હું મારું બાકી રહેલું ઘરકામ પૂરું કરી દઈશ.

લિ.
આપનો આજ્ઞાંકિત
મિત શાહ
ધોરણ 9, નં. 21

પત્રલેખન

પત્રલેખન 2:
જાહેરમાં વર્તાવ’ આ વિષય પર તમે આપેલું વક્તવ્યની ‘ તમારા મિત્રને પત્ર લખી માહિતી આપો.

માનસી શુક્લ
15, જનક સોસાયટી,
વડોદરા – 390 011.
તા. 5 – 8 – 2024

પ્રિય સખી એષા,

તારો પત્ર મળ્યો. તને હવે છાત્રાલયમાં ગમી ગયું છે તે જાણી આનંદ થયો. આજે હું તને આનંદના સમાચાર આપું છું. અમારી શાળામાં વખ્તત્વસ્પર્ધા હતી. વિષય હતો ‘જાહેરમાં વર્તાવ’. તેમાં મને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. હું મારા વક્તવ્યનો સારાંશ આ પત્રમાં જણાવું છું.

જાહેરમાં વર્તાવના બધા નિયમોનું મૂળ સ્વચ્છતા, વ્યવસ્થા અને શોભામાં રહેલું છે. આ ત્રણ ધોરણો જીવનમાં ધ્યાનમાં રહે તો દરેક માણસનું જાહેર વર્તન શિષ્ટ પ્રકારનું થાય. વ્યાખ્યાન ચાલતું હોય કે સંગીત ચાલતું હોય ત્યારે અંદરોઅંદર વાતો કરવી એ કાર્યક્રમનું અપમાન કરવા બરાબર છે. અમુક ક્રિયાઓ માટે નિર્દિષ્ટ સ્થાનો હોય તો તે ક્રિયા ત્યાં જ કરવી.

જ્યાં – ત્યાં ગંદકી ન કરવી, જ્યાં – ત્યાં ન થુંકવું, પાન ખાઈ ગમે ત્યાં પિચકારી ન મારવી, બસમાં બેસવાની જગ્યાએ ગંદા પગ મૂકી કે જોડાવાળા પગ મૂકી જગા ગંદી ન કરવી, રેડિયો અને ટીવીનો અવાજ મોટો ન રાખવો. ખાનગી છૂટ જાહેરમાં ન લેવી. ખાનગી સંબંધો માટે ખાનગી જીવન છે અને જાહેરમાં સમાજની મર્યાદા રાખવી એ જ સોનેરી નિયમ છે.

મારી આકર્ષક રજૂઆત, વિષયવસ્તુ અને હાવભાવને લીધે મને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે.

તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ, શ્વેતાને મારી યાદ.

લિ.
તારી બહેનપણી
માનસી

Gujarati Patra Lekhan

પત્રલેખન 3:
તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ શરીરે નબળો છે. તેને તેનું સ્વાથ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો.

દેવ ત્રિવેદી
8, સુંદરનગર,
રાજકોટ – 360 002.
તા. 10 – 10 – 2024
પ્રિય મિત્ર વિનોદ,

તારો પત્ર મળ્યો. તારી પહેલી કસોટીનું પરિણામ જાણી આનંદ થયો. પરંતુ તારી નાદુરસ્ત તબિયતના સમાચાર જાણી ચિંતા થાય છે.

મિત્ર, તું અભ્યાસમાં જેટલી કાળજી રાખે છે તેટલી તારા સ્વાથ્ય માટે કાળજી રાખતો નથી. ‘શરીરે સુખી તો સુખી સર્વ રીતે, શરીરે દુઃખી તો દુઃખી સર્વ રીતે.” A healthy mind in a healthy body’. આ બધાં સુવાક્યો ફક્ત લખી રાખવા માટેનાં નથી. તેમને આપણે આપણા જીવનમાં પણ ઉતારવાં જોઈએ.

તારી તંદુરસ્તી માટે હું કેટલાંક સૂચનો કરું છું અને આશા રાખું છું કે તું તેમનો અમલ કરીશ. તારે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અડધો કલાક કસરત કરવી જોઈએ. તારે ખોરાકમાં દૂધ અને ફળો ખાસ લેવાં જોઈએ. તારા રોજિંદા ખોરાકમાં તારે લીલાં શાકભાજી અને કચુંબરને સ્થાન આપવું જોઈએ. તારે બજારમાં વેચાતી ખુલ્લી ચીજો તો બિલકુલ ન ખાવી જોઈએ.

તારે કબડ્ડી, ખો – ખો, વૉલીબૉલ જેવી રમતો રમવી જોઈએ. દરરોજ સાંજે થોડું ચાલવું જોઈએ. જો શક્ય હોય, તો તારે યોગાસન અને પ્રાણાયામ શીખી લેવાં જોઈએ. સદાય પ્રસન્ન રહેવું જોઈએ.

તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ. દિશાને યાદ.

લિ.
તારો મિત્ર
દેવ

પત્રલેખન

પત્રલેખન 4:
તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.

દિક્ષિત પટેલ
વિદ્યાર્થી છાત્રાલય,
સુરેન્દ્રનગર – 363 001.
તા. 1 – 8 – 2024

પૂજ્ય પિતાજી,

તમારો પત્ર મળ્યો. તમને મારી સતત ચિંતા રહ્યા કરે છે તે જાણ્યું. પરંતુ હવે મને છાત્રાલયમાં રહેવું ગમે છે. અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ જ એવો છે કે અમે સતત પ્રવૃત્તિમય રહીએ છીએ.

દરરોજ સવારે પાંચ વાગે ઊઠવાનું. દૈનિક ક્રિયા પતાવીને પ્રાર્થનામાં જોડાવાનું. પછી સફાઈકાર્ય કરવાનું. તેમાં મેદાનસફાઈ ઉપરાંત બાથરૂમ અને શૌચાલય સફાઈ પણ ખરી જ. પછી સ્નાન કરવાનું. સ્નાન પછી નાસ્તો.

સવારે 7.30થી 10.00 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો. જમીને અગિયાર વાગે નિશાળે જવાનું. શાળામાં ભણવાના વિષયો ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું જ.

સાંજે સાડા પાંચ વાગે છાત્રાલય પર આવવાનું. હાથપગ – મોં ધોઈ થોડો આરામ કરવાનો. સાંજે સાત વાગે જમીને ફરવા જવાનું. આઠ વાગે સમૂહપ્રાર્થના. તેમાં દરરોજ પાંચ – દસ મિનિટની ચિંતનિકા. પછી 10.30 સુધી અભ્યાસ કરી સૂઈ જવાનું. રવિવારે કે રજાના દિવસે બપોર પછી મિત્રો સાથે દૂરના સ્થળે ફરવા જવાનું.

આમ, અહીં નિયમિત અભ્યાસ સાથે સુટેવોનું ઘડતર થાય છે. તમે મારી જરાય ચિંતા કરશો નહિ.

મમ્મીને મારી યાદ. દાદા – દાદીને મારા પ્રણામ.

લિ.
તમારો પુત્ર
દિક્ષિતના પ્રણામ

Gujarati Patra Lekhan

પત્રલેખન 5:
દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે – જણાવતો પત્ર તમારા મિત્રને લખો.

જિગ્નેશ ઠાકર
15, તેજલ પાર્ક,
ગોધરા – 389 001,
તા. 5 – 10 – 2024

પ્રિય મિત્ર અશોક,

હું કુશળ છું અને તારી કુશળતા ઇચ્છું છું.

તું મને તારી સાથે મહારાષ્ટ્રના પ્રવાસે લઈ જવા ઇચ્છે છે પરંતુ આ વખતે દિવાળીની રજાઓમાં હું ક્યાંય જવાનો નથી. હું મારા અભ્યાસમાં રહેલી કચાશ દૂર કરવા સખત પરિશ્રમ કરવાનો છું.

દરરોજ વહેલી સવારે પપ્પા સાથે ફરવા – ચાલવા જવાનો છું. મારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી સિદ્ધાર્થ મારે ઘેર આવવાનો છે. તે મને ગણિત શીખવવાનો છે. મારા દાદા નિવૃત્ત છે. તે અંગ્રેજી ખૂબ સરસ રીતે શીખવી શકે છે.

તે અમને અંગ્રેજી બોલતાં શીખવવાના છે. મને ચેસ રમતાં આવડે છે. હું મારા મિત્રને ચેસ રમતાં શીખવવાનો છું. અમે મિત્રો દરરોજ સાંજે નિશાળના મેદાનમાં એક કલાક વૉલીબૉલની પ્રેક્ટિસ કરવા જવાના છીએ. આ ઉપરાંત મારે શાળામાંથી શિક્ષકોએ આપેલું ઘરકામ કરવાનું છે.

આ બધા કાર્યક્રમોમાં દિવાળીનો તહેવાર પણ માણવાનો છે જ.

તું પ્રવાસથી આવ્યા બાદ તારા પ્રવાસનું વર્ણન કરતો પત્ર લખજે. હું તને પ્રવાસની શુભેચ્છા પાઠવું છું.

તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ.

લિ.
તારો મિત્ર
જિગ્નેશ

પત્રલેખન

પત્રલેખન 6:
તમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ ગયો. તેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.

હિરલ મહેતા
42, પુનિત પાર્ક,
અમદાવાદ – 380 061.
તા. 5 – 1 – 2024

પ્રિય સખી પ્રિયંકા,

તારો પત્ર મળ્યો. હું અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત હોવાથી તને પત્ર લખી શકી નથી.

અમારી શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલી જાન્યુઆરીએ ટાઉનહૉલમાં રાખવામાં આવ્યો હતો. તેમાં શાળાના ધોરણ 5થી 11માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પહેલો શો બપોરના 10.00થી 1.00 અને બીજો શો સાંજના 3.00થી 6.00નો હતો.

તેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત આમંત્રિતો પણ કાર્યક્રમ માણવા આવ્યા હતા. તેમાં પ્રાર્થના, ગરબા, રાસ, નૃત્યનાટિકા અને નાટકો હતાં.

દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમ શરૂ થયો હતો. મેં નૃત્યનાટિકામાં જશોદાનું પાત્ર ભજવ્યું હતું. મુખ્ય મહેમાને અમારા કાર્યક્રમનાં ખૂબ વખાણ કર્યા. વાલીઓ અને આમંત્રિત મહેમાનોને પણ બધા જ કાર્યક્રમો ખૂબ ખૂબ ગમ્યા.

અમારા કાર્યક્રમનું વીડિયો શૂટિંગ કરવામાં આવ્યું છે. તે મેં પેનડ્રાઇવમાં લઈ લીધું છે. તું અહીં આવજે. આપણે તે જોઈશું.

તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ.

લિ.
તારી બહેનપણી
હિરલ

Gujarati Patra Lekhan

પત્રલેખન 7:
સાસરે ગયેલાં તમારાં બહેનને તેમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો પત્ર લખો.

ચિંતન પટેલ
8, પ્રભાત શેરી,
ગોંડલ – 360 311.
તા. 10 – 3 – 2024

વહાલાં મોટી બહેન,

સાદર પ્રણામ. તમારી વિદાય થયે માંડ સાત દિવસ થયા છે, પરંતુ મને તો જાણે સાત વર્ષ પસાર થઈ ગયાં હોય તેમ લાગે છે. તમારી વિદાય પછી ઘર સાવ ખાલી લાગે છે. બધાં કામ કરવા ખાતર કામ કરે છે. બાનું કોઈ કામમાં ચિત્ત ચોંટતું નથી.

તે તમને યાદ કરી કરીને રડે છે. જમવા બેસીએ છીએ પણ કોળિયો ગળે ઝટ ઊતરતો નથી. બાપુજી પણ ઉદાસ રહે છે. તે હજી ધંધે જતા નથી. બાની આંખમાં અવારનવાર આંસુ આવી જાય છે.

ઘરમાં કોઈ કાંઈ બોલતું નથી. કોઈ ટેલિવિઝન ચાલુ કરતું નથી. હું નિશાળે જાઉં છું પણ અભ્યાસમાં મારું મન લાગતું નથી. હવે મારી સાથે મજાક કરનાર કોઈ રહ્યું નહિ. મને તમારા વિના ઘરમાં ગમતું નથી.

મોટી બહેન! તમે ક્યારે આવો છો? એક વાર અહીં આવીને બધાંને મળશો તો અમને સૌને આનંદ થશે અને આશ્વાસન મળશે. તમે અને જીજાજી જરૂર આવજો. અમે તમારી આવવાની રાહ જોઈ રહ્યાં છીએ.

પૂજ્ય જીજાજીને મારા પ્રણામ.

લિ.
તમારો નાનો ભાઈ
ચિંતન

પત્રલેખન

પત્રલેખન 8:
તમારી શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય-સમારંભ યોજાયો. તમારા મિત્રને તેની જાણ કરતો પત્ર લખો.

પ્રણવ પટેલ
1, સ્વાતિ સોસાયટી,
વડોદરા.
તા. 3 – 2 – 2024

પ્રિય મિત્ર પ્રમોદ,

તારી કુશળતાનો પત્ર મળ્યો. આનંદ થયો.

આ વર્ષે અમારી શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સંયુક્ત વિદાય-સમારંભ યોજાયો. શાળાના પ્રાર્થનાખંડને કાગળનાં તોરણોથી શણગારવામાં આવ્યો હતો.

મુખ્ય મહેમાન તરીકે જાણીતા કેળવણીકાર પ્રિયકાન્ત પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રાર્થનાગીતથી વિદાય-સમારંભનો મંગલ પ્રારંભ થયો. મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.

ધોરણ 10 અને 12ના કેટલાક વિદ્યાર્થીઓએ શાળાજીવનના પોતાના અનુભવો વર્ણવ્યા, જેમાં હું પણ હતો. અમારા ગુજરાતીના શિક્ષક અને આચાર્યએ અમને સો શિક્ષકગણવતીથી શુભેચ્છાઓ પાઠવી અને કેટલીક જીવન-ઉપયોગી શિખામણ આપી.

મુખ્ય મહેમાને પણ અમને નીતિપરાયણ જીવવાનો બોધ આપ્યો અને અમને ખૂબ પ્રગતિ કરવાની શુભેચ્છા પાઠવી. અંતમાં આઇસક્રીમનો મીઠો સ્વાદ માણી અમે સૌએ ભારે હૈયે શાળાની વિદાય લીધી.

તારાં મમ્મી-પપ્પાને મારા પ્રણામ.

તારો મિત્ર
પ્રણવ

પત્રલેખન

પત્રલેખન 9:
તમારી શાળાને વર્ગપુસ્તકાલય માટે કેટલાંક પુસ્તકોની જરૂર છે. તે માટે જાણીતા પુસ્તકવિક્રેતાને પત્ર લખો.

એન. કે. વિદ્યાલય
જેસંગપુર,
તા. સંતરામપુર – 389 260.
તા. 25 – 8 – 2024

પ્રતિ,
વ્યવસ્થાપકશ્રી,
નવનીત બુક સ્ટોર,
ગુરુકુળ રોડ,
અમદાવાદ – 380 052.

અમારી શાળાના વર્ગપુસ્તકાલય માટે નીચે જણાવેલાં પુસ્તકોની જરૂર છે:

  • ગાલા વિશાલ શબ્દકોશ : 5 નકલ
  • નવનીત ગુજરાતી નિબંધમાળા: ધોરણ 8 – 9 : 5 નકલ
  • Navneet English Essays: Std. 8 – 9: 5 નકલ
  • નવનીત સામાન્ય જ્ઞાન : 5 નકલ,
  • NAVNEET GLOBAL DICTIONARY : 5 નકલ

ઉપર જણાવેલાં પુસ્તકો વી.પી.પી. દ્વારા અમારી શાળાના સરનામે મોકલી આપવા વિનંતી છે. બિલમાં યોગ્ય વટાવ આપશો એવી આશા છે.

પુસ્તકોની વિગતવાર નોંધ સાથેનું બિલ જુદી ટપાલ દ્વારા મોકલી આભારી કરશોજી. આપના સહકારની અપેક્ષા સાથે.

લિ.
આપનો વિશ્વાસુ
મહેન્દ્ર પટેલ

પત્રલેખન

પત્રલેખન 10:
મારી શાળા પાસે ફેરિયાઓ ઉઘાડી અને વાસી ખાદ્યચીજો વેચે છે. તે બંધ કરાવવા જરૂરી પગલાં લેવાની વિનંતી કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.

દીનબંધુ પ્રજાપતિ
20, શ્રીજીબાગ સોસાયટી,
મણિનગર,
અમદાવાદ – 380 008.
તા. 9 – 9 – 2024

પ્રતિ,
મ્યુનિસિપલ કમિશનરશ્રી,
અમદાવાદ.

બાબતઃ ઉઘાડી અને વાસી ખાદ્યચીજો વેચાતી બંધ કરાવવા બાબત

સાહેબશ્રી,

જયભારત સાથે જણાવવાનું કે અમારી શાળાની બહાર વાસી અને ઉઘાડી ખાદ્યચીજો વેચાતી હોય છે. તે બંધ કરાવવાની આપની ફરજ હોવા છતાં કૉર્પોરેશન તરફથી કોઈ પગલાં ભરાતાં નથી. શાળાનાં નિર્દોષ બાળકો આવી માખીઓ બણબણતી, ઉઘાડી અને વાસી ચીજો ખરીદવા લલચાય છે.

પરિણામે તેઓનું સ્વાથ્ય જોખમાય છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને કેટલાક વાલીઓ ફેરિયાઓને આ અંગે કહે છે પરંતુ તેની ફેરિયાઓ પર અસર થતી નથી.

શાળા શરૂ થાય તે પહેલાં અને શાળા છૂટી જાય ત્યારે તેઓ ત્યાં અચૂક આવીને ઊભા રહી જાય છે.

આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપશ્રી તાત્કાલિક આવા ફેરિયાઓ સામે કડક પગલાં લઈ તેઓને શાળા પાસે ચીજવસ્તુઓ વેચતાં બંધ કરશોજી.

આશા છે કે આપશ્રી અમારી ફરિયાદને અગ્રતા આપશો.

આપના આભારસહિત.

આપનો વિશ્વાસુ
દીનબંધુ

Gujarati Patra Lekhan

પત્રલેખન 11:
તમારા ગામમાં ટપાલ અનિયમિત આવે છે તેની રજૂઆત કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.

લીલાબહેન પંચાલ
રકનપુર,
તા. સિટી, જિ. અમદાવાદ.
તા. 9 – 10 – 2024

પ્રતિ,
પોસ્ટમાસ્ટર જનરલ,
અમદાવાદ.

બાબત : ટપાલની અનિયમિતતા અંગે ફરિયાદ

સાહેબશ્રી,

જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા છ માસથી અમારા ગામમાં ટપાલ ખૂબ જ અનિયમિત આવે છે. ટપાલીએ ટપાલ વહેંચવા ગામમાં દરરોજ આવવાનું હોય છે, પરંતુ ટપાલી અઠવાડિયામાં બે વખત પણ ભાગ્યે જ ટપાલ વહેંચવા આવે છે. ઘણી વાર તે શેરીમાં રમતાં છોકરાંને ટપાલ આપી ચાલ્યો જાય છે.

છોકરાં ટપાલ ખોઈ નાખે છે કે સમયસર પહોંચાડતાં નથી. પરિણામે અગત્યના કાગળો મોડા મળે છે કે ગેરવલ્લે જાય છે. મારા ભાઈને નોકરીના ઇન્ટરવ્યુનો કાગળ મોડો મળ્યો, તેથી તે ઇન્ટરવ્યુ આપવા જઈ શક્યા નહિ. અમારા પાડોશીને લગ્નની કંકોતરી ન મળી, તેથી તેઓ એમનાં માસીની દીકરીનાં લગ્નમાં જઈ શક્યા નહિ.

આપશ્રીને નમ્ર વિનંતી કે અમારા ગામમાં ટપાલી નિયમિત આવે અને ઘેર ઘેર જઈને ટપાલ પહોંચાડે તેવી વ્યવસ્થા કરશો. આભાર સહ.

આપની વિશ્વાસુ
લીલાબહેન પંચાલ

પત્રલેખન

પત્રલેખન 12:
તમારી સોસાયટીમાં નિયમિત સફાઈ થતી નથી તે અંગેની ફરિયાદ યોગ્ય અધિકારીને કરો.

પંકજ કે. પરમાર
10, ઝલક સોસાયટી,
મેમનગર,
અમદાવાદ – 380 052.
તા. 5 – 2 – 2024

પ્રતિ,
અધ્યક્ષશ્રી,
મેમનગર નગરપાલિકા.

બાબત: નિયમિત સફાઈ કરાવવા બાબત

સાહેબશ્રી,

જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા બે માસથી અમારી સોસાયટીમાં સફાઈ કરવા આવનાર સફાઈ કામદાર ખૂબ જ અનિયમિત છે. દરરોજ સવારે સફાઈ કરવાની હોય છે, પરંતુ તે અઠવાડિયામાં ભાગ્યે જ બે દિવસ આવે છે. રસ્તા બરાબર વળાતા નથી.

કચરાના ઢગલા નિયમિત ભરાતા નથી. પરિણામે દુર્ગધ અને માખીઓનો ત્રાસ અસહ્ય થઈ પડ્યો છે. તેમાં વળી ઢોરનાં મળમૂત્ર ભળે છે.

સોસાયટીમાંથી નીકળતાં નાક દબાવીને નીકળવું પડે તેવી સ્થિતિ છે. સોસાયટીના ઘણા રહીશો બીમાર થઈ ગયા છે. સફાઈ કામદારને સફાઈ કરવા જણાવીએ છીએ, પરંતુ તે એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે.

આપશ્રીને નમ્ર વિનંતી કે આપશ્રી આ અંગે જરૂરી તપાસ કરી તાત્કાલિક સફાઈ કરાવવાની વ્યવસ્થા કરશોજી. આભાર સહ.

આપનો વિશ્વાસુ
પંકજ પરમાર

Gujarati Patra Lekhan

પત્રલેખન 13:
તમારો મિત્ર ધોરણ 10માં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયો છે, તેને શુભેચ્છા આપતો પત્ર લખો.

અશોક પંચાલ
101, સમર્પણ ટાવર,વાડજ,
અમદાવાદ-380 018.
તા. 5 – 6 – 2024

પ્રિય મિત્ર બંસલ,

સૌ મજામાં હશો. અમે અહીં આનંદમાં છીએ.

ધોરણ 10માં 92 ટકા જેટલા ઉચ્ચ ગુણાંક મેળવી તું ઉત્તીર્ણ થયો એ સમાચારથી સૌને ખુશી થઈ. તારી મહેનતનું તને ખૂબ જ સારું પરિણામ મળ્યું. ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ કહેવત તેં સાર્થક કરી બતાવી.

અમારો આખો પરિવાર તને અભિનંદન પાઠવે છે. હવે જુલાઈ સુધી તને સમય છે, તેથી તેં આપેલા વચન પ્રમાણે અહીં બે-ચાર દિવસ ફરવા આવજે. ગરમી છે પણ સાથે સાથે કેરીનો રસ ખાવાની પણ મોસમ છે.

સો તારી આવવાની રાહ જોઈ રહ્યાં છે. અમે ફરવાનો કાર્યક્રમ પણ બનાવી રાખ્યો છે. તારાં માતા-પિતાને મારા પ્રણામ.

તારો મિત્ર
અશોક

પત્રલેખન

પત્રલેખન 14:
તમારા મિત્રને પાણીનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો.

પ્રદીપ જોષી
9, શુભલક્ષ્મી ટાઉનશિપ,
વડોદરા – 390 005.
તા. 25 – 5 – 2024

પ્રિય મિત્ર પંકજ,

તારો પત્ર મળ્યો, આનંદ થયો. તેં આમંત્રણની સાથે પાણી લેતો આવજે મજાકમાં લખ્યું છે તે ખરેખર આજની સમસ્યાને વાચા આપે છે.

હવા, પાણી અને ખોરાક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો છે, તેમાં પાણીની સમસ્યા અતિ ગંભીર છે. પાણીનું કેટલું બધું મહત્ત્વ છે! પાણી વિના જીવી ન શકાય, ખેતરોમાં પાક ન લઈ શકાય તેમજ કેટલાક ઉદ્યોગોમાં માલ તૈયાર ન કરી શકાય. પાણી વિના વનસ્પતિ સૃષ્ટિ – વૃક્ષો, વેલાઓ, છોડ- સુકાઈ જાય. સૃષ્ટિનું સૌંદર્ય હણાઈ જાય. સર્વત્ર રણ જેવું લાગે.

પાણીનું એક એક ટીપું અતિ કીમતી છે. તેથી પાણીનો બગાડ ન થાય એ જોવાની આપણા સૌની ફરજ છે. આપણે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું આવતા અઠવાડિયે જરૂર આવીશ, વૉટર બૅગ સાથે!

તારો મિત્ર
પ્રદીપ

પત્રલેખન

પત્રલેખન 15:
તમારો મિત્ર દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ છે, તેને આશ્વાસન આપતો પત્ર લખો.

આદિત્ય પટેલ
6, કેકારવ સોસાયટી,
વસ્ત્રાપુર,
અમદાવાદ – 380 054
તા. 25 – 6 –2024

પ્રિય મિત્ર દીપ,

સૌ કુશળ હશો.

ધોરણ 10નું તારું પરિણામ જાણી અમને ઘણું દુઃખ થયું. તું નાપાસ થયો છે તે હકીકત છે, પણ સંજોગો જ એવા આવ્યા કે તું મહેનત કરી શક્યો નહિ. પહેલાં દાદાની માંદગી અને તેમનું અવસાન. પછી મમ્મીની માંદગી જે બે મહિના ચાલી. ત્યારપછી તું ટાઈફૉઈડમાં પટકાયો.

બે મહિનાની માંદગી અને અશક્તિના કારણે તે શાળાએ ન જઈ શક્યો તેમજ ઘરે પણ અભ્યાસ ન કરી શક્યો. બધું આપણું ધાર્યું! Man proposes, God disposes.

તારે હતાશ થવાની જરૂર નથી. હવે તું સંપૂર્ણ સ્વસ્થ છે. ઉત્સાહ રાખી મહેનત કરજે. તને સફળતા જરૂર મળશે. હું આવતા અઠવાડિયે તને મળવા આવવાનો છું. તારાં મમ્મી-પપ્પાને મારા પ્રણામ.

તારો મિત્ર
આદિત્ય

Gujarati Patra Lekhan

પત્રલેખન 16:
તમારી નાની બહેન ગીત સ્પર્ધામાં પ્રથમ આવી છે, તેને અભિનંદન આપતો પત્ર લખો.

કંદર્પ ત્રિવેદી
7, સાધના સોસાયટી,
ગોધરા.
તા. 13-9-2024

પ્રિય બહેન પ્રાચી,

કુશળ હશો. અમે અહીં કુશળ છીએ.

ગીતસ્પર્ધામાં તને પ્રથમ ઈનામ મળ્યું છે તે જાણ્યું અને વૉટ્સ ઍપમાં તારો ફોટો પણ જોયો. અમને સૌને ખૂબ જ આનંદ થયો. અમે તને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.

નાની હતી ત્યારથી જ તને ગાવાનો શોખ છે. હાથમાં ઢીંગલી લઈ તું કેવાં સુંદર બાળગીતો મધુર કંઠે ગાતી હતી ! દાદીમા તો તને કોયલ’ કહે છે તે તદન સાચું છે. તારી સંગીતમાં રસરુચિ જોઈને મમ્મી-પપ્પાએ તને સંગીતના વર્ગમાં મૂકી. ત્યાં તારો સ્વર કેળવાતો ગયો અને હવે તું ગીતસ્પર્ધામાં ભાગ લેતી થઈ તેમજ ઇનામ પણ મેળવતી થઈ.

તું સંગીતના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરીશ તેવી મને આશા છે અને તે માટે શુભેચ્છા પણ પાઠવું છું. તારાં ગીતો મને મોકલજે.

તારો ભાઈ
કંદર્પ

પત્રલેખન

પત્રલેખન 16:
તમે માંદગીને લીધે એક અઠવાડિયા સુધી શાળાએ જઈ શકો તેમ નથી. તમારા વર્ગશિક્ષકને રજા મંજૂર કરવા માટે રજાચિઠ્ઠી લખો.

છાયા કાકડિયા
9, વર્ધમાન કૃપા,
આણંદ.
તા. 12 – 8 – 2024

પ્રતિ,
માનનીય પ્રવીણભાઈ ભટ્ટ,
વર્ગશિક્ષકશ્રી, ધોરણ 11
સી. કે. વિદ્યાલય, આણંદ.

વિષય: માંદગીની રજા મંજૂર કરવા બાબત.

પૂજ્ય સાહેબશ્રી,

સાદર પ્રણામ.

સવિનય જણાવવાનું કે મને બે દિવસથી સખત તાવ આવે છે. અમારા ફેમિલી ડૉક્ટરે લોહીની તપાસ કરાવ્યા પછી મને મલેરિયા હોવાનું નિદાન કર્યું છે. મને એક અઠવાડિયું દવા લેવાની અને સંપૂર્ણ આરામ કરવાની સૂચના આપી છે.

હું તા. 13-8-2024 થી તા. 19 -8-2024 સુધી શાળાએ આવીશ નહિ. આપને મારી અઠવાડિયાની રજા મંજૂર કરવા વિનંતી છે. હું ખાતરી આપું છું કે અઠવાડિયા પછી મને સારું થઈ જતાં . હું મારું ઘરકામ પૂરું કરી લઈશ.

આપની આજ્ઞાંકિત વિદ્યાર્થિની
છાયા
ધો. 11, રોલ નં. 26

Gujarati Patra Lekhan

Gujarati Patra Lekhan PDF Download

Above we have provided the complete Patra Lekhan in Gujarati. You can read the complete on this page without any problem.

If you want to download the Gujarati Patra Lekhan PDF file than you can download it on this page using Print option in your chrome browser.

We are working PDF so that you can easily get them on our platform. For more update save to homepage NotesChahiye.

287 KB

FAQs

What is Gujarati Patra Lekhan?

Gujarati Patra Lekhan is a letter writing which consist two types: Formal and Informal letter writing.

સંબોધન પત્રો કેટલા પ્રકારના હોય છે?

સંબોધન પત્રો બે પ્રકારના હોય છે – (1) અંગત પત્ર અને (2) બિનઅંગત પત્ર.

અંગત પત્ર કેવા વિષયોમાં લખવામાં આવી શકે છે?

અંગત પત્રમાં વધુંપણે મનઃસૂચક સંબોધન લખાવવું, જેમકે “આદરણીય” અથવા “મુરબ્બી” અને વડીલોને “પ્રણામ” અથવા “વંદન”.

બિનઅંગત પત્ર કેવી રીતે લખવામાં આવે છે?

બિનઅંગત પત્ર વિશેષગત થવાની યોજનાના સંકેત મૂકી, માનસૂચક સંબોધન લખવામાં આવે છે, જેમકે “માનનીયશ્રી” અથવા “શ્રીમાન”.

પત્રની વસ્તુઓ કેવી રીતે લખવામાં આવવી?

પત્રની વસ્તુઓને સ્પષ્ટ અને સરળ રીતે લખવી, વધુ-પડતી લાગણીઓનો અને ભાવુકતાનો વર્ણન થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top